પાલનપુર-ડીસા હાઈવે પર અડધો કિમી સુધી ઓઈલ રેલાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર-ડીસા હાઈવે પર ઓઈલ ભરેલું ટેન્કર પલટી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. હાઈવે પર 500 મીટર સુધી ઓઈલ ઢોળાતા અકસ્માતનો ભય સર્જાયો હતો. જો કે, તાત્કાલીક નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી ડસ્ટનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ડીસા હાઇવે નજીક એક ઓઇલ ભરેલું ટેન્કર પલ્ટી મારતા ઓઇલ 500 મીટર જેટલું રોડ ઉપર રેલાયું હતું. નેશનલ હાઇવે હોવાના કારણે ત્યાંથી અવરજવર કરતા વાહન ચાલકોમાં ઓઇલ હાઇવે ઉપર રેલાવાના કારણે અકસ્માતનો ભય ફેલાયો હતો. જોકે બનાવની જાણ નેશનલ હાઇવે ઓથોરિટીને થતા નેશનલ ઓથોરિટીની ટિમ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી રોડ ઉપર ડસ્ટ નાખી રોડ શરૂ કરાયો હતો. જોકે ટેન્કરમાં પડી રહેલું અન્ય ઓઇલ સાઈડમાં લઈ જઈ અન્ય ટ્રકમાં નાખવાની કામગીરી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.