ડીસા થી લાખણી વચ્ચે ના ફોરલેન હાઇવે પર દરેક સ્ટેન્ડો પર બંને સાઇડો માં પર નાખવામાં આવેલ લોખંડ ની જાળી જોખમી

બનાસકાંઠા
બનાસકાંઠા

લાખણી હાઇવે પર દામા રામપુરા ગોઢા કાપર કાતરવા ચિત્રોડા સહિત સ્ટેન્ડો પર લોખંડ ની ઝાળી થી અકસ્માત ની ભિતિ

વાહન ચાલકો ને રસ્તા પર આવતું વાહન ન દેખાતું હોવાની ફરીયાદો: ડીસા ના આખોલ ચારરસ્તા થી થરાદ હાઇવે નુ લાખણી સુધી  ફોરલેન રસ્તો બનાવવા માં આવ્યો છે અને વચ્ચે ડીવાઈડર બનાવવા માં આવી છે ત્યારે લાખણી સુધી દામા રામપુરા ગોઢા કાપર કાતરવા ચિત્રોડા સહિત સ્ટેન્ડો આવે છે અને તમામ લોખંડ ની ઝાળી હાઇવે પર આવેલ ગામડાઓ જતા રસ્તા આવે ત્યાં હાઇવે ની બન્ને સાઇડો માં ડીવાઈડર પર લોખંડ ની જાળી મારવામાં આવી છે જેના કારણે ગામડાઓ ના રસ્તાઓ પર હાઇવે પર ચડતા નાના વાહનો જ્યારે હાઇવે ની બીજી સાઇડે જતાં હોય ત્યારે સામેથી આવતા વાહનો ની લોખંડ ની જાળી ના કારણે જેવા કે બાઇક કાર સહિત ના નાના વાહનો ઝડપ થી દેખાતા નથી જેના કારણે અકસ્માત નો ભય સેવાઇ રહ્યો છે.

આ અંગે કેટલાક વાહનચાલકો એ જણાવ્યું હતું કે ડીવાઈડર પર નાખેલી રેલીંગ લોખંડ ની જાળી ના કારણે હાઇવે પર પુરઝડપે આવતા વાહનો ને પણ ગ્રામ્ય વિસ્તાર ના રસ્તાઓ પર થી ચડતા નાના વાહનો એકદમ સરળતા થી દેખાતા ન હોવાથી અકસ્માત સર્જાવાની શક્યતા રહેલી છે જેથી લોખંડ ની જાળી દુર કરવી અથવા તો તેની ઉંચાઈ માં ફેરફાર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે આ ઝાળીઓ ના કારણે અવારનવાર નાના મોટા અકસ્માત પણ સર્જાઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.