ડીસામાં 1 મેના રોજ સવારના સાતથી સાંજના 8 વાગ્યા સુધી સભાસ્થળનો વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’

બનાસકાંઠા
બનાસકાંઠા

ભારતના વડાપ્રધાન બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM)નો ગેરલાભ લઈ મહાનુભાવોની તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાની પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી જેને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા સભા સ્થળ સહિતના વિસ્તારને નો ફ્લાય જોન જાહેર કરાયો છે.

વરૂણકુમાર બરનવાલ (આઈ.એ.એસ.) જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા-પાલનપુર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને- 1973 (1974 ના નં 2ની ) કલમ – 144 અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે જણાવેલ સમયે મહાનુભાવો અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ નાણી એરફોર્સ સ્ટેશન, તા.લાખણી તથા ડીસા અરેસ્ટ્રીપ, તા.ડીસા અને સભા સ્થળથી એક કિ.મી. ત્રિજ્યાના વિસ્તારમાં “નો ફ્લાય ઝોન” જાહેર કર્યો છે.

જે દરમ્યાનમાં રીમોન્ટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટર (QUADCOPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) ચલાવવાની/ કરવા ઉપર પ્રતિબંધ મુકવા હુકમ કરવામાં આવે છે.

આ હુકમ તા.1/5/2024ના (એક દિવસ) માટે સવારના 07.00 કલાકથી 20.00 કલાક સુધી અમલમાં રહેશે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળો દ્વારા ઉપરોક્ત સંસાધનોના ઉપયોગ કરવા આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાનો અમલવારીનો વિસ્તાર નાણી એરફોર્સ સ્ટેશન, તા. લાખણી તથા ડીસા એર સ્ટ્રીપ, તા.ડીસાના હેલીપેડ તથા સભા સ્થળથી એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનારને ભારતના ફોજદારી અધિનિયમ- 1860 ની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે તથા આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે જે તે કચેરીના ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ તથા પોલીસ વિભાગના પોલીસ સબ ઈન્સ્પેકટર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.