ગુજરાત પાસિંગની કારે નવ લોકોને ફંગોળ્યા : ચારની હાલત ગંભીર : સારવાર માટે પાલનપુર લવાયા
આબુરોડમાં ગુજરાત પાસિંગની કારના ચાલકે ગફલતભર્યું ડ્રાયવરિંગ કરતા રોડ પર ઉભેલી લારીઓ સહીત લોકોને અડફેટમાં લેતા નવ વ્યક્તિઓની જિંદગી ખતરામાં મુકાઇ છે. જેમાં ચાર લોકોની હાલત અતિગંભીર લાગતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આબુરોડના અંબાજી ચોરાયા પર એક ગુજરાત પાસિંગની કાર પુરઝડપે આવી અને લોકો પર ફરી વળતા હાહાકાર મચી ગયો છે. અંબાજી ચોકડી પર અચાનક એક કાર પુરઝડપે આવી હતી અને ત્યાં ઉભેલા લોકો કંઈ પણ સમજે તે પહેલા રોડ પર ઉભેલી ફાસ્ટફૂડની લારીઓ અને રોડ પર ઉભેલા લોકો ઉપર ફરી વળી હતી. આવા અણધાર્યા ગમખ્વાર અકસ્માત થતા ધડાકાનો અવાજ સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા અને ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ ગયા હતા. તેમાંથી ચાર લોકોની હાલત અતિ ગંભીર લાગતા તેમને સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.