સ્વસ્તિક ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વસ્તિક ઇંગલિશ મીડિયમ સ્કુલ દ્વારા સાયન્સ ડે ની ઉજવણી: આજે આપણી  આસપાસ જે પણ સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે . ઉપનિષદથી લઈને  ઉપગ્રહ સુધી અત્ર , તત્ર , સર્વત્ર વિજ્ઞાન સમાયેલું છે. ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે  ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોમાં વિજ્ઞાન અને તેના પ્રયોગોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આ દિવસે દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી.રામને પ્રકાશના ફોટોન થિયરી આધારે “રામન ઈફેક્ટ”ની શોધ કરી હતી . જેમાં તેમને “નોબલ પુરસ્કાર” આપવામાં આવ્યો હતો. આ શોધની યાદમાં 1987 થી 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં છે.

જેમાં ઇંગ્લીશ મીડીયમ ના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વિજ્ઞાનને સંલગ્ન પ્રયોગો જેવા કે સોલાર સિસ્ટમ, વોટર પ્યુરી ફાયર, એસ્કેલેટર, વોલ્કેનો, વિન્ડમિલ, ક્લીનીંગ મશીન, હાર્ટ સિસ્ટમ, પાવર ઈરીગેશન, એર ઓક્યુપાઈ સ્પેસ, વોટર ઇન ફાયર, પ્રાઇમરી એન્ડ સેકેન્ડ્રી કલર, જેવા ૫૦ જેટલા મોડલ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં શાળાના પ્રમુખ રમેશ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશ ગામી, હાઇસ્કુલના આચાર્ય મણીભાઈ સુથાર તથા મહેન્દ્રભાઈ પંચાલ આ વિજ્ઞાન મેળામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકોના વાલીઓ પણ પોતાના બાળકની વૈજ્ઞાનિક રજૂઆતને નિહાળવા પધાર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્વસ્તિક ઇંગ્લીશ મીડીયમ ના આચાર્ય હેતલ રાવલના માર્ગદર્શન અને સમગ્ર સ્ટાફ ના સહકાર હેઠળ કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.