નર્મદાની મુખ્ય કેનાલમાં : સુસાઇડ નોંધ લખી કેનાલમાં ઝંપલાવી મોતને ભેટી પડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવક બાઈક અને ચંપલ મૂકી સુસાઇડ નોંધ લખી કેનાલમાં ઝંપલાવી મોતને ભેટી પડ્યો હતો. થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડે તાત્કાલિક યુવકનો મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ લોકોની જીવાદોરી સમાન છે. ત્યારે આ કેનાલમાં ઝંપલાવી લોકો મોતને વહાલું કરતાં હોય છે. ત્યારે આજરોજ મુખ્ય કેનાલ પૂજા પાર્ક સોસાયટીની સામે એક યુવક કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ ફાયર વિભાગને આવતાં ફાયર ટીમ તાત્કાલિક કેનાલ પર પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, આજરોજ મુખ્ય નર્મદા કેનાલ પર પૂજા પાર્ક સોસાયટીની સામેની બાજુએ બાઈક નંબર GJ-8-AF-997 કેનાલ પર મૂકી અને કેનાલમાં ઝંપલાવ્યું હોવાનો કોલ મળતા તત્કાલીક ઘટના સ્થળે પહોંચી ઢીમાં પુલ નજીકથી કોઈ અજાણ્યા યુવકની ડેડબોડી કેનાલ બહાર નીકાળેલ છે અને બાઈકની ચાવી સાથે ચીઠી મળેલ હતી. જેમાં યુવકનું નામ સોલંકી રણજીત કુમાર.એમ.લખેલું અને બીજો કોઈ પ્રુફ મળેલ નથી. આ બાબતે થરાદ પોલીસને જાણ કરી હતી પોલીસ તાત્કાલિક કેનાલ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુત્રોના માધ્યમથી જાણવા મળ્યું હતું કે, યુવક શિક્ષિત પરીવારનો હતો અને થરાદ ખાતે નોકરી કરતો હતો.

યુવકે લખેલ સુસાઇડ નોંધ: હું સોલંકી રણજીતકુમાર એમ. મરતાં પહેલાં મારા પુરા હોંશો હવાસમાં આ લખાણ લખું છું. પ્રથમ તો મારી આત્મહત્યા પાછળ આ દુનિયાનું કોઈપણ માણસ જવાબદાર નથી. મારી આત્મહત્યા પાછળ મારું મગજ જ જવાબદાર છે. મારું મગજ આમ સારુંને સારું હતું, પરંતુ મગજની અમૂક ગાડાઇઓનાં કારણે મગજમાં ડિપ્રેશન મારાથી જ ઉભું થયું હતું. જે હું કોઈને કંઈ પણ શકતો નહીં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.