દિયોદર માં જમાઈ દ્વારા સાસુની કરપીણ હત્યા : પત્ની સાથે અણબનાવ નો કરુણ અંત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના કલ્યાણપુરા ગામના વતની જામાભાઈ પાંચાભાઈ ચૌહાણના લગ્ન આજથી 30 વર્ષ પહેલા દિયોદરના રામાપીર વિસ્તારમાં રહેતા પરિવારમાં થયા હતા અને તેમના સુખી લગ્ન જીવનમાં 4 દીકરીઓ અને 1 દીકરો હતા. છેલ્લા કેટલાક સમયથી પતિ- પત્ની વચ્ચે નાની મોટી રકઝક ચાલી રહી હતી જેના પરિણામે જામાભાઈના પત્ની તેમના પિયર દિયોદર આવેલ હતા.

આ બાબતને મનમાં રાખી તેનો બદલો લેવાની ગણતરીએ જામાભાઈ ચૌહાણ ગત રોજ મોડી રાત્રે તેમના દિયોદર ખાતે આવેલા સસરાના ઘરમાં દીવાલ કુદીને ઘૂસી ગયા અને ત્યાં સૂતેલા 5 જણા પૈકી તેમના સાસુ ફુલીબેનની તિક્ષણ હથિયાર વડે કરપીણ હત્યા કરેલ. આ બાબતની વહેલી સવારે પરિવારજનોને જાણ થતાં દિયોદર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કરેલ અને સત્વરે આરોપી ઝડપાય તે માટે પ્રયત્નો હાથ ધરેલ.

જોકે આ વાત વિસ્તારમાં ફેલાતા અરેરાટી વ્યાપી જવા પામેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.