દિયોદરમા નકલી ISI માર્ક ધરાવતા મિનરલ વોટર એકમ ઝડપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

BISના લાયસન્સ વગર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનું ઉત્પાદન કરતા યુનિટ પર કાર્યવાહી, 26136 પાણીની બોટલો જપ્ત

દિયોદર પંથકમાં  નકલી ISI માર્કાનો ઉપયોગ કરીને પાણી વેચતા અને એ રીતે લોકોની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. તંત્ર માત્ર તમાશો દેખી રહ્યું હોવાનું મહેસૂસ આમ જનતા ને થઈ રહ્યું છે. આવા નકલી માકૉ સાથે દિયોદર પંથકમાં અનેક લોકો અનેક વ્યવસાયો સાથે બિન્દાસ જોડાઈ રહ્યા છે.આવા લોકો ઉપર  કાર્યવાહી કરવામાં કોઈકવાર કરવામાં આવે છે. ભારતીય માનક બ્યુરો (ISI)ના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદનમાં સંડોવાયેલા હોવાની માહિતીના આધારે  દિયોદર માં જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝ માં દરોડાની કાર્યવાહી કરવામાં આવતાં મેસર્સ શ્રી એન્ટરપ્રાઇઝમાંથી ISI માર્ક ધરાવતા પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની 26136 બોટલો, shrink wrap labelના carton અને સ્ટીકર લેબલના 15 રોલ જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઉત્પાદન ભારત સરકારના આદેશ મુજબ ફરજિયાત પ્રમાણીકરણમાં આવે છે, જે સૂચવે છે કે કોઈપણ વ્યક્તિ ભારતીય માનક બ્યુરોમાંથી માનક ચિન્હ માટે (ISI) લાઇસન્સ મેળવ્યા વિના ઉત્પાદક ઉત્પાદન કરી શકશે નહીં. ભારતીય માનક બ્યુરોની પૂર્વ પરવાનગી વિના માનક ચિહ્નનો ઉપયોગ કરવાવાળાની વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમન, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. આમ હાલતો કાયૅવાહી હાથ ધરાઈ છે. પરંતુ આગળ કેવા ઘોડા દોડે છે તેના ઉપર નિર્ભર છે.

આ પંથકમાં મિનરલ વોટર ના અનેક એકમો ધમધમી રહ્યા છે. અનેક જગ્યાએ પાણી ને ઠંડું કરવા માટે નાઇટ્રોજન ની ગોળી નો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે.કહેવાય છે કે તંત્ર માસીક સાવલિયાણા માં અટવાયું છે પ્રજા ભોગવી રહી છે. જેના ફળસ્વરૂપે વારંવાર વિવિધ રોગચાળાએઓ માથું ઉંચકી રહ્યા છે.ભારતીય માનક બ્યુરો દ્વારા દરોડા તો પાડયા પણ શું કાયૅવાહી આગળ થઈ તેનાથી પ્રજાજનો ને વાકેફ કરશે ખરા…?


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.