થરાદના રાહ અને આસોદર ગામના દૂધ ગ્રાહકોને બનાસ-કાશી સંકુલ ડેરી પ્લાન્ટથી પ્રસાદ આપતા ગ્રાહકોએ આભાર માન્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસ ડેરીના બનાસ-કાશી સંકુલથી લાલ પેડા નો પ્રસાદ સમગ્ર થરાદ પંથકમાં તેમજ રાહ અને આસોદર ગામ સુધી પહોંચતા પશુપાલકોએ આનંદની લાગણી અનુભવી હતી બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોની જીવા દોરી સમાન બનાસ ડેરી દ્વારા કાશી બનારસ (વારાણસી)માં તારીખ 23-2-2024 ના રોજ બનાસ-કાશીસંકુલ ડેરી પ્લાન્ટ નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ બનાસ-કાશી સંકુલમાં રોજ 10 ટન મીઠાઈ બનાવવા પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે,આ મીઠાઈ પ્લાન્ટમાં બનતા લાલ પેડો જેનો પ્રસાદ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવને ચઢાવવામાં આવ્યો છે આ સાથે બનાસ-કાશી સંકુલમાં બનાવેલ લાલ પેડો પ્રસાદ રૂપે બનાસકાંઠા જિલ્લાના દરેક દૂધ મંડળી દ્વારા ગ્રાહકોને પહોંચાડતા સમગ્ર થરાદ – રાહ પંથકમાં દૂધ ગ્રાહકોએ ધન્યતા અનુભવી હતી. અને સાથે સાથે બનાસ ડેરી દ્વારા દરેક ગ્રાહકોને શુભેચ્છા સંદેશ પણ આપ્યો હતો , ત્યારે રાહ અને આસોદર દૂધ મંડળીના ગ્રાહકોએ ચેરમેન શંકરભાઈ ચૌધરી નો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.