વડગામ તાલુકામાં કોમ્પ્લેક્ષ, ફેકટરીઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફટી ના નામે મીંડું : તપાસ કરવા માંગ

બનાસકાંઠા
બનાસકાંઠા

છાપી પંથકમાં ત્રણસો થી વધુ ઉદ્યોગો છતાં તંત્ર પાસે ફાયરફાયટર ની સિસ્ટમ નથી: રાજકોટ અગ્નિકાંડ બાદ પણ તંત્ર કુંભકર્ણ ની નિદ્રામાં: રાજકોટ ટીઆરબી ગેમઝોનમાં તંત્ર ની ભ્રષ્ટનીતિ ના કારણે ૨૮ માસૂમ માનવ જિંદગીઓ હોમાઈ જતા દેશભરમાં ભારે પત્યાઘાત પડ્યા છે. ત્યારે નઠોર અને ભ્રષ્ટ તંત્ર વડગામ – છાપી પંથકમાં ફાયર સેફટીના નિયમો ની ધજીયા ઉડાવી મોલ, ફેકટરીઓ સહિત હોસ્પિટલો ધમધમાટ ચાલી રહી છે. જેના લોકોમાં ભારે પ્રત્યાઘાત પડવા સાથે તપાસની માંગ ઉઠવા પામી છે.

આગ લાગે ત્યારે કૂવો ખોદવા ની રમત – રમતી સરકાર ની ભારે બેદરકારી વચ્ચે ફાયર સેફટી ના અભાવ વચ્ચે રાજકોટમાં ટીઆરબી ગેમઝોનમાં શોર્ટસર્કિટ ના કારણે ભયાનક આગ ભભૂકી ઉઠતા આનંદ ની ક્ષણ માતમમાં છવાઈ અને 800ડીગ્રી ગરમી વચ્ચે ૨૮ નિર્દોષ માનવ જીદંગી ક્ષણ ભરમાં હોમાઈ ગઈ.

આ ઘટના બાદ પણ અનેક વિસ્તારો માં હજુ પણ નિયમો નો ભંગ થતો હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા સહિત ઔદ્યોગિક વિસ્તાર એવા છાપી તેમજ વડગામ પંથક માં લગભગ ૩૦૦ જેટલી ફેકટરીઓ , શોપિંગ મોલ ,કારખાના તેમજ બહુમાળી હોસ્પિટલો ફાયર સેફટી ના નિયમો ની ધજીયા ઉડાવી નિયમો વિરુદ્ધ ચાલતા હોવાની રાવ ઉઠવા પામી છે રાજકોટ ઘટના બાદ પણ ભ્રષ્ટ તેમજ રેઢિયાળ તંત્ર શબક શીખવા તૈયાર નથી. છાપી તેમજ વડગામ પંથક માં સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ મોટાભાગ ના એકમો પાસે ફાયર સેફટી સિસ્ટમ ડેવલોપ નથી કરી અથવા રીન્યુ કરાવી એનઓસી મેળવી નથી. આ તમામ ફેકટરીઓ તેમજ મોલ માં તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઉઠવા પામી છે.

વડગામ માં ફાયર ફાઇટર નો અભાવ: બનાસકાંઠા નો વડગામ તાલુકો છેલ્લા દસ વર્ષ થી ઔધોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે છાપી પંથકમાં નાના મોટા ઉદ્યોગો સહિત ૩૦૦ જેટલી ફેકટરીઓ આવેલ છે. તેમ છતાં તાલુકા પાસે એક પણ ફાયરફાયટર નથી. જ્યારે કોઈ દુર્ઘટના બને છે ત્યારે પાલનપુર, સિદ્ધપુર, ઉંઝા તેમજ ડીસા થી ફાયરફાયટર બોલવા પડે છે. ફાયરફાયટર આવે તે દરમિયાન મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે. જેથી છાપીમાં ફાયર સ્ટેશન શરૂ કરવા પણ સમય ની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.