ઓનલાઈન ક્રિકેટ મેચનો હાર-જીતનો જુગાર રમાડતા એક શખસની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

એલસીબીને થરાદમાં એક શખસ આઇપીએલનો સટ્ટો રમાડતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.જે.પરમારના માર્ગદર્શન મુજબ પી.એલ.આહીર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફએ થરાદ ચાર રસ્તા પાસે હાઈવે ઉપર આવેલ દિપક મેડીકલ સ્ટોર આગળથી દિપકકુમાર રામભાઈ મહેશ્વરીની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે યુવક અંગત ફાયદા સારૂ મોબાઈલ વડે લોકોને ઓનલાઈન ક્રિકેટ મેચનો હાર-જીતનો જુગાર લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા મોબાઈલ-2 રૂ.1,00,000 તથા રોકડ રૂ.450 મળી કુલ રૂ.1,00,450 સાથે ઝડપ્યો હતો. સાથે સાથે અમરત મહારાજ (રહે.થરાદ) તથા દિપાભાઈ પાટણએ ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરવા સહિત ત્રણેય સામે જુગારધારા હેઠળ ગૂનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.