માલગઢ ગામે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ નવીન માર્ગ નું ખાતમુર્હત કર્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા ના તાલુકાના માલગઢ ગામે ગુરુવારે નવીન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યએ ગ્રામજનો અને સરપંચને દબાણવાળો રોડ ઉપર ઉપરના દબાણ દૂર કરી 33 ફૂટ જેટલો ખુલ્લો કરી આપવા માટે જણાવ્યું હતું

ડીસા તાલુકાના માલગઢ ગામે આજે નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બની રહેલા રોડનું ધારાસભ્ય પ્રવીણ માળી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, સરપંચ પ્રકાશ ઠાકોર, માલગઢ સરપંચ પતિ ભેરાજી માળી, કે.ટી માળી સહિત આગેવાનોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કૃષ્ણનગરથી પરબડી ડેરી સુધી ડામરનો રોડ તૈયાર થશે. લોકોએ રોડ પર કરેલા દબાણો દૂર કરશે તો વિકાસનો માર્ગ ઝડપી બનશે તેમ આગેવાનોએ જણાવ્યું હતું.

આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી એ જણાવ્યું હતું કે, સરકારે હવે રોડ રસ્તા બનાવવા માટે ખૂબ જ સજાગ છે. ત્યારે આપણે પણ આ વિસ્તાર માં  રોડ બનાવવા માટે આસપાસ ના દબાનો દૂર કરી 33 ફૂટ રોડ ખુલ્લો કરીએ અને સરકારના નિયમ મુજબ 33 ફૂટ જેટલો રસ્તો ખુલ્લો થશે તોજ જ સરકાર સેટેલાઈટ મેપ દ્વારા ચકાસણી કરી રોડ બનાવશે. દબાણ કરેલો રોડ ખુલ્લો કરવામાં નહીં આવે તો આ ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફળવાઇ જશે માટે મારી તમામ લોકોને ખાસ વિનંતી છે કે, તમામ લોકો સ્વૈચ્છિક રીતે પોતાનામાંથી થોડું ઘણું દબાણ દૂર કરે જેથી સારો માર્ગ બનાવા માટે સરકાર ને મદદરૂપ બને


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.