એસબીપુરા પાટિયા પાસે અકસ્માતગ્રસ્ત ગાડીમાંથી દારૂ ઝડપાયો 4.61 લાખનો મુદ્દામાલ કબ્જે

બનાસકાંઠા
બનાસકાંઠા

વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ રૂ.4.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો: પાલનપુર તાલુકાના એસબીપુરા પાટીયા પાસે એક અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર ગાડી માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ રૂ.16.61 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર તાલુકા પોલીસ મથકના ઘેમરભાઈ, પચાણભાઈ, કરણ સિંહ, વિનોદભાઈ સહિતનો પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચડોતર ગામના પુલ ઉતરતા બસ સ્ટેન્ડ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. દરમિયાન એક ફોર્ચ્યુનર ગાડીને ઉભી રાખવા ટોર્ચની લાઈટ મારફતે ઇશારો કરતા ગાડીના ચાલકે ગાડી ઉભી ન રાખી અમદાવાદ તરફ ભગાવી મૂકી હતી.

જેથી પોલીસના સ્ટાફે ખાનગી વાહનમાં ફોર્ચ્યુનર ગાડીનો પીછો કરતા અમદાવાદ હાઈવે એસબી પુરા પાટીયા પાસે હાઇવા ટ્રકની પાછળના ભાગે અથડાયેલી પડી હતી. અને લોકોના ટોળેટોળા એકઠા થયેલા હતા.જેથી પોલીસે ત્યાં જઈ ચેક કરતા ગાડીનો ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ગાડીની તલાસી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1013 કિંમત રૂ.4,61,410 મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂ. 12 લાખની ફોર્ચ્યુંનર ગાડી મળી કુલ રૂ.16,61,410 નો મુદ્દામાલ કબજે કરી ચાલક વિરૂધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.