ડીસાના ઓવરબ્રિજ પર ધોળા દિવસે લાઈટો ચાલુ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માં વીજળી બચાવો અભિયાનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગે છે નવનિર્મિત એલિવેટેડ ઓવરબ્રિજમાં રાત્રે લાઈટો બંધ તો દિવસે ચાલુ જોવા મળી હતી. જેના લીધે સરકારના રૂપિયાનો સરેઆમ વેડફાટ થતો જોવા મળ્યો હતો. બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસાએ વિકાસની દિશામાં હરણફાળ ભરી છે વધતા જતા વિકાસ સાથે ટ્રાફિકની સમસ્યા પણ વકરતા કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે ડીસાની મધ્યમાં એલિવેટેડ ઓવરબ્રિજ બનાવ્યો છે. જોકે શરૂઆતમાં આ બ્રિજ ઉપરની લાઈટો ચાલુ ન થતાં લોકો તેને અંધારીયો બ્રિજ કહેતા હતા જોકે ત્યારબાદ રાજ્ય સરકારમાં આ બાબતે રજૂઆત કરવામાં આવતા તેની લાઈટો શરૂ કરવામાં આવી હતી.

પરંતુ થોડા સમય આ લાઈટો ચાલુ રહ્યા બાદ અનેક વાર રાત્રિ દરમિયાન આ લાઈટો બંધ રહેતી જોવા મળે છે જ્યારે દિવસ દરમિયાન આ લાઈટો ચાલુ રહેતા વાહન ચાલકો પણ અચરજ પામી રહ્યા છે એક તરફ સરકાર અને વીજ તંત્ર અવાર નવાર વીજળી બચાવોના અભિયાન ચલાવતી હોય છે ત્યારે ડીસામાં આ અભિયાનના લીરા ઉડી રહ્યા હોય તેવું જોવા મળ્યું હતું અને સરકારી રૂપિયાનો વેડફાટ થતો જોવા મળ્યો હતો ત્યારે આ બાબતે નેશનલ હાઇવે ઓથોરિટી સજાગ બની ધોળા દિવસે ચાલતી લાઈટો બંધ કરાવે અને રાત્રિના સમયે નિયમિત ચાલુ રાખે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.