ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ડીસા ઠાકોર સમાજના આગેવાનોએ પણ કેસરિયો ધારણ કર્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

કમલમ ખાતે સી. આર.પાટીલે તમામને કેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોંગ્રેસનું માળખું ધીમે ધીમે વિખેરાઈ રહ્યું છે અગાઉ કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે ત્યારે હવે ધાનેરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઇ પટેલ અને  ડીસા ઠાકોર સમાજના આગેવાન તેમજ ગત વિધાનસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર લેબજી ઠાકોર, ભરતજી ધુંખ્ સહિત મોટી સંખ્યામાં લોકોએ આજે કમલમ ખાતે સી.આર. પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો.

આગામી 2024 ની લોકસભાની ચૂંટણીને લઇ ગુજરાતમાંથી ભાજપ દ્વારા તમામ 26 બેઠક ઉપર કબજો કરવાની સાથે 26 બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડ થી જીત મેળવવાનો ટાર્ગેટ મૂકવામાં આવ્યો છે ત્યારે આ ટાર્ગેટને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના સંગઠનને તોડવામાં આવી રહ્યું છે અગાઉ પણ કોંગ્રેસના પાંચથી વધુ ધારાસભ્યએ રાજીનામાં આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે  મંગળવારે ગાંધીનગરના કમલમ ખાતે સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ 100 થી વધુ કાર્યકરો સાથે સી.આર. પાટીલના હસ્તે કેસરિયો કેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો આ ઉપરાંત ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજને ટિકિટ ના આપતા ઠાકોર સમાજ નારાજ થયો હતો જેથી ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોરે ડીસા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ઠાકોર સમાજના આગેવાન ભરતજી ધુંખએ પણ લેબજીભાઈને સાથે તેમને જીતાડવા ઉભા રહ્યા હતા.

જેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બંનેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે આગામી લોકસભાની ચૂંટણી હોવાથી અને બનાસકાંઠામાં કોંગ્રેસે ઠાકોર સમાજના ગેનીબેન ઠાકોરને ટિકિટ આપતા હવે ઠાકોર સમાજના મત મેળવવા માટે ભાજપે ડીસા ઠાકોર સમાજના બંને આગેવાનોને મનાવી લીધા હતા અને મંગળવારે કમલમ ખાતે લેબજીભાઈ ઠાકોર અને ભરતજી ધુંખ સહિત ઠાકોર સમાજના અન્ય લોકોએ મોટી સંખ્યામાં સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.