ડીસામાંથી એલસીબી ની ટીમે પાટણ જિલ્લામાં મંદિર ચોરીના આરોપીને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઇ પોલીસ તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે બનાસકાંઠા એલસીબી ની ટીમે પાટણ જિલ્લાના વાગડોદ ખાતે થયેલ મંદિર ચોરીના ગુનાના આરોપીને ડીસાના ભોપાનગર ફાટક પાસેથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ વળાની સૂચનાથી બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ વી જી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિષ્ણુભાઈ ચૌધરી માનસંગભાઈ કાનસિંહ જોરસિંહ પ્રધાનજી સહિતની ટીમ ગઈકાલે ડીસા ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પાટણ જિલ્લાના વાગડોદ ના એક મંદિરમાં ચોરી થયેલ છે અને તેનો આરોપી ડીસા પાટણ હાઈવે ઉપર છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે ડીસા પાટણ હાઈવે ઉપર ભોપાનગર ફાટક પાસેથી આરોપી કાંતિ ઉર્ફે મઘરી પૂજાજી ઠાકોર હાલ રહે સિંધી કોલોની ડીસા મૂળ રહે કોઈટા જિલ્લો પાટણ વાળા ને ઝડપી પાડી તેની પાસેથી ચાંદીના છતર 6 અને રોકડ રકમ મળી કુલ 24,317 નો મુદ્દા માલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે આરોપીને ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.