
નાંદોત્રાના ઠાકોરવાસમાં એલસીબીએ રહેણાક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપ્યો
બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દાંતીવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાંદોત્રા ઠાકોરવાસમાં બુધવારના રહેણાક મકાનમાંથી એક લાખથી વધારે વિદેશી દારૂ ઝડપી પાડી ત્રણ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન-ગુજરાતની સરહદેથી વિદેશી દારૂ ઘુસાડી સ્થાનિક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ વેપલો કરાતો હોવાની માહિ?તીના આધારે બનાસકાંઠા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.ઝાલા સ્ટાફના માણસો સાથે નાંદોત્રા ઠાકોરવાસમાં નારસુંગા વીર ભગવાનના મંદિર નજીક નારસીંગ બાલસિંગ વાઘેલાનું પડતર પડેલ પતરાવાળા મકાનમાં રેડ કરતા ગેરકાયદે રખાયેલો વિદેશી દારૂ તથા બીયર ટીનની બોટલ નંગ-૬૨૩ જેની કિંમત ૧,૩૦,૭૬૪ રૂપિયા થતા પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી ફરાર નારસિંગ બાલસીંગ વાઘેલા,વિક્રમસીંગ પાનસીંગ વાઘેલા તેમજ કાકલસીંગ રાજુસીંગ વાઘેલાની સામે ફરિયાદ નોધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.