ડીસામાં આજે ટીસીડી રમતગમત સંકુલનું ખાતમુર્હત

બનાસકાંઠા
બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત

ડીસામાં રમત ગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેમજ યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે તેવા હેતુ સાથે ડીસા વાસીઓની વર્ષો જૂની માગ હતી કે ડીસામાં સ્પોર્ટ્સ સંકુલ બને. તેના ભાગરૂપે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના અથાક પ્રયત્નોથી ડીસાવાસીઓની આ માંગ પણ આજે પુરી થશે અને આજે રમતગમત સંકુલનું ખાતમુર્હત થનાર છે.જેના પ્રથમ ફેજમાં 15 કરોડ જેટલી રકમ ખર્ચાશે. આ સંકુલની માહિતી આપતાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે પ્રથમ ફેજમાં આ સ્પોર્ટ્સ શંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ તેમજ બાહ્ય રમત મેદાનો  ૨૦૦ મી.  એથ્લેટીક અને પ્રેકિટસ મેદાન સિન્થેટીક લોન ટેનિસ કોર્ટ સહિતની માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવશે.આ ઉપરાંત બહાર ના મેદાનમાં વહીવટી કચેરી સાથે સ્ટોર રૂમ ખેલાડીઓ માટે  લોકર  ટોઇલેટ ઇલેક્ટ્રિકલ રૂમટેબલ ટેનિસ હોલ શૂટિંગ રેંજ માટેનો હોલ મલ્ટીપર્પઝ હોલ જિમ્નેશીયમ બૅડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા, ટેક્વાન્ડો અને જુડો સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ- વૉલીબૉલ ખો-ખો કોર્ટ-કબડ્ડી કોર્ટ ઉભી કરવામાં આવશે આમ આવા અધતન અને સુવિધા સભર સ્પોર્ટ્સ શંકુલનું આજે ખાતમુર્હત

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ  હસ્તે થશે આ પ્રસંગે સૌ પ્રજાજનો, કાર્યકરો, શુભેચ્છકો, સમર્થકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ,ધારાસભ્ય પ્રવીણભાઈ માળી,જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્ કિર્તીસિંહજી વાઘેલા,પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.