ડીસા ખાતે રમત સંકુલનું ખાતમૂહુર્ત કરાયું રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રૂ.૧૪.૫૮ કરોડથી વધુના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામશે: ડીસાના ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે રમત સંકુલનું ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો જેમાં રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે રમત સંકુલનું ખાતમૂહુર્ત કરાયું..

બનાસકાંઠાના ડીસા ખાતે વિવિધ સ્પોર્ટ્સ ડિપારમેન્ટના ગ્રાઉન્ડ એક સ્થળ પર ખેલાડીઓને મળી રહે તે હેતુથી ડીસાના ટી.સી.ડી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના ગૃહ તેમજ યુવા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો..જેમાં રૂ.૧૪.૫૮ કરોડથી વધુના ખર્ચે આ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ પામશે ડીસા તાલુકા કક્ષાનું રમતગમત સંકુલનો આજ રોજ ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો હતો.

આ સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલટેનિસ અને શુટિંગ રેન્જ માટે હોલ, જિમ્નેશિયમ અને બેડમિન્ટન જેવી રમતો માટે અલાયદો મલ્ટીપર્પઝ હોલ તથા બાહ્ય રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, વોલીબોલ તથા બાસ્કેટબોલ માટે વિશેષ મેદાન બનાવવામાં આવશે. આજરોજ આ ખાતમૂહર્ત પ્રસંગે પ્રવીણભાઈ ધારાસભ્ય ડીસા, અનિકેત ઠાકર ધારાસભ્ય પાલનપુર, કિર્તીસિંહ વાઘેલા બનાસકાંઠા ભાજપ પ્રમુખ, દિનેશભાઈ અનાવાડિયા સંસદ સભ્ય માજી, બનાસકાંઠા ભાજપ લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી, સંગીતાબેન દવે નગરપાલિકાના પ્રમુખ, ગોવા ભાઈ દેસાઈ, માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા બાદરસિંહ વાઘેલા, રમેશભાઈ દેલવાડીયા, સંજય ભાઈ બ્રહ્મભટ્ટ શહેર પ્રમુખ, શૈલેષભાઈ ઉપપ્રમુખ નગરપાલિકા, ડીસા, કાંતિ કચરિયા, પરબતભાઈ પટેલ સંસદ , બનાસકાંઠાના કલેટર, જિલ્લા એસપી, સહિત પોલીસ કર્મીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ આ પણ ખાસ પ્રસંગે હાજર રહ્યા હતા..ત્યારે મોટી જનમેદની સાથે આ કાર્યક્રમમાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.