બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટમાં 9 સપ્ટેમ્બરે યોજાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

આગામી તા.09/09/2023 રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાલનપુરની કોર્ટોમાં તેમજ બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને-2023 ની ત્રીજી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસૂલી દાવા, દીવાની તકરારના દાવા સમાધાન માટે મુકી શકાય છે.

જે કોઈપણ પક્ષકાર ભાઈ-બહેનો તેમના સમાધાનપાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિટેન્ડન્ટ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ન્યાય સંકુલના ભોંયરામાં, જોરાવર પેલેસ, પાલનપુર ટેલિફોન નંબર- 02742-261495 ના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા બનાસકાંઠા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,પાલનપુરના સચિવ પી. પી. શાહએ જણાવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.