
ઘાણા ગામના ઇસમે ગાડી વેચાણ કરી હપ્તા ન ભરવા પડે તે માટે ચોરીની ફરીયાદ નોધાવી
ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો ગાડી ચોરાઇ હોવાની ફરીયાદ ધાનેરા પોલીસ મથકે નાંધાતા ધાનેરા પોલિસે તપાસ કરતાં તે ઇક્કો ગાડી તેના માલિકે જ ફાયનાન્સના હપ્તા ન ભરવા પડે તે માટે વેચીને ખોટી ફરીયાદ આપતાં પોલિસે ગુનાનો ઉકેલ લાવી ગાડે તેમજ ફરીયાદીને લાવી જેલના હવાલે કરવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો ગાડી નં.જીજે.૨૪ એએ.૧૩૫૨ની ચોરી થઇ હોવાની ફરીયાદ તા. ૪/૯/૨૦૨૨ ના રોજ ધાનેરા પોલિસ મથકે ઇક્કો ગાડીના માલીક મુકેશ ખાનાજી ડાભી (મેઘવાળ) રહે. ઘાણા તા. લાખણીવાળાએ ફરીયાદ નાંધાવતા ધાનેરા પોલીસ તપાસમાં હતી અને તે ગાડીના આગળના કાચ ઉપર ત્રાંડવ રેકોડીંગ સ્ટુડીયો લખાણ કરેલ હતુ. જેથી બે દિવસ પહેલા એક ઇક્કો ગાડી જીજે ૨૪ એએ ૧૩૫૨ને ઉભી રખાવેલ અને તેના કાચ ઉપર ત્રાંડવ રેકોડીંગ સ્ટુડીયોનું લખાણ કાઢી ગયેલ હોવાનૂ દેખાઇ આવતા પોલિસે આ ગાડી ચાલક ફિરોજભાઇને પુછતા તેણે જણાવેલ કે આ આ કાચ રાહ ગામે અશોકભાઇ માળી પાસે રૂપિયા આપીને નંખાવેલ છે તેવુ જાણવા મળતા પોલીસે રાહ ગામે તપાસ હાથ ધરતાં જાણવા મળેલ કે ગાડીના માલિકે આ ઇક્કો ગાડી નં. જીજે.૨૪ એએ.૧૩૫૨ ગાડીના ફાયનાન્સના હપ્તા ના ભરવા પડે, કોઇ ગુનાહિત પ્રવૃતિમાં ન વાપરવા તેમજ કોઇ જગ્યાએ અકસ્માત ન કરવાની ગેરંટી સાથે આ ગાડી વેચાણથી આપી હતી. જેથી પોલીસે આ ગાડીના માલિક અને ફરીયાદી મુકેશ ખાનાજી ડાભી (મેઘવાળ) રહે. ઘાણા તા. લાખણીવાળાને પકડી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. જેથી પોલિસે ખોટી ફરીયાદ દાખલ કરીને પોલિસને ગેરમાર્ગે દોરવા બદલ જેલના હવાલે કર્યો હતો.