![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/ટ્રાફિકના-નિયમોની-03-HED.jpg)
ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી : વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા આડેધડ રોંગ સાઈડ ચલાવતા ટ્રાફિક સમસ્યા
ડીસા શહેર હોય કે ડીસા શહેરનો હાઇવે વિસ્તાર ટ્રાફિક સમસ્યા પેચીદી બની રહી છે. ટ્રાફિક પોલીસ તંત્ર જાણે નિષ્ક્રિય હોય તે રીતે વાહન ચાલકોને રોંગ સાઈડમાં ચલાવવા તથા આડેધડ પાર્કિંગ કરવાનો છૂટો દોર મળી ગયો તેવું લાગી રહ્યું છે.
ડીસા નજીક આવેલા બનાસ નદીના: પુલ ઉપર વર્ષો જુનો પુલ જર્જરિત થઈ જતા ત્રીજા પુલનું નિર્માણ થયું છે. થોડા દિવસ અગાઉ ટેસ્ટિંગ માટે નવા પુલ પરથી વાહનોની અવર-જવાર શરૂ થઈ હતી પરંતુ ત્યારબાદ ફરી પુલનું કામકાજ શરૂ થતા અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને બંને જુના પુલો પર વાહન ચાલકો ચાલી રહ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પુલ પર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેના જમ્મુ ખાસ કરીને આખોલ પાટિયા નજીક વાહન ચાલકો આડેધડ રોંગ સાઈડમાં ચલાવતા હોવાના કારણે મોટા વાહન ચાલકોને ભારે અગવડતા સાથે ટ્રાફિક સમસ્યા ઘેરી બની રહી છે. સામાન્ય ટ્રાફિકમાં જ વાહન ચાલકો રોંગ સાઈડે ચલાવવા જતા મોટી ટ્રાફિક સર્જાઈ રહી છે ત્યારે આ ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે ન કોઈ ટ્રાફિક પોલીસ કે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી વાહન ચાલકોને પણ મોકળું મેદાન મળી ગયું છે.
હાઇવે ઉપર રોંગ સાઈડે આવતા વાહનો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી: ડીસા નજીક હાઇવે ઉપર અનેક વાહન ચાલકો રોંગ સાઈડે આવતા હોવાથી છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે ત્યારે આવા રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો જ આ સમસ્યાનો હલ થઈ શકે તેમ છે.
રવિ સિઝનની કામગીરી અને લગ્નસરાની સીઝનને લઇ વાહનોની અવર-જવર વધી: છેલ્લા કેટલાક દિવસોથી રવિ સિઝનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે હાઇવે ઉપર બટાકા ભરી જતા ટ્રેક્ટર ઉપરાંત મજૂરોનું આવન જાવાન કરતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે. સાથે લગ્નસરાની સિઝન ચાલતી હોવાથી વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વધી છે.