અંબાજી મહામેળો અંગે તાલુકા પંચાયત દ્વારા સ્ટોલોની જાહેર હરાજીની શરૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી ખાતે આવનાર તારીખ 23/9/2023 થી તારીખ 29/9/2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેલો યોજનાર છે. આ મેળા દરમિયાન અંબાજીના જાહેર રોડ ઉપર ખુલ્લા પ્લોટોની હંગામી જાહેર હરાજી થતી હોય છે. જેમાં અલગ અલગ સ્ટોલો લગાવવામાં આવતા હોય છે. જેમાં પ્રસાદ, ફૂડ, જનરલ, સરકારી વિભાગ સહિતના સખી મંડળોના સ્ટોલો માટે જાહેર હરાજી થતી હોય છે. જેથી અંબાજી મહામેલા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા માઁઈભક્તોને તમામ સુવિધાઓ કોઈપણ અગવડતા વગર મળતી રહે તે હેતુથી તાલુકા પંચાયત દ્વારા અંબાજીના જાહેરમાર્ગો પર સ્ટોલોની હરાજી કરવામાં આવી છે.


અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં જાહેરમાર્ગો પર ખુલ્લા પ્લોટોની હરાજીની શરૂઆત આજે દીપ પ્રજ્જલિત કરી શરૂ કરી હતી. હરાજીના સ્થળે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. હરાજીની શરૂઆત પેહલા હરાજીના સ્ટોલના નિયમ અને શરતો જણાવવામાં આવ્યા હતા. તારીખ 24/8/2023 થી લઈને 27/8/2023 સુધી જુની કોલેજ કમ્પાઉન્ડ ખેડબ્રહ્મા રોડ પર સવારે 10:30 થી લઈને સાંજે 6:00 વાગ્યા સુધી હંગામી પ્લોટની હરાજી રાખવામાં આવી છે. જાહેરમાર્ગો પર હરાજીના ખુલ્લા પ્લોટોની તળિયાની કિંમત તથા બાકીની શરતો હરાજી સમય સ્ટોલ ઉપર જણાવવામાં આવી હતી.અંબાજી મંદિર વહિવટદાર સિધ્ધી વર્માએ જણાવ્યુ કે, યાત્રાધામ અંબાજીમાં મહામેળા અંગે થયેલી સ્ટોલોની હરાજીમાં પ્રથમ વખત હરાજીની રકમ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને આપવામાં આવશે. હરાજીમાં પ્લોટ રાખનાર પ્લોટવાળી જગ્યા અંગેના ઓળખાણ કાર્ડ માટે બે ફોટા અલગથી સાથે લાવવાના રહેશે. હરાજીથી પ્લોટ રાખનાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે નહીં. ખુલ્લા પ્લોટ પર હરાજીમાં રાખનાર નક્કી થયેલ એજન્સી દ્વારા ટ્રેન્ટનું બાંધકામ કરી આપવામાં આવશે. અંબાજી મહામેળો 2023 પરિપૂર્ણ થયા બાદ તારીખ 30/9/2023ના રોજ હરાજીમાં આપેલા પ્લોટો ખાલી કરી પરત આપવાના રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.