બાળકોને કૃમિ નિયંત્રણની દવા ખવડાવીને કૃમિના ચેપથી બચવા જાણકારી આપી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ખાતે 15મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસના ભાગરૂપે ઈકબાલગઢ અગ્રેસન વિદ્યાલયમાં PHC દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઇકબાલગઢ PHCના FHW અને MPHW દ્વારા બાળકોને કૃમિ નિયંત્રણની દવા ખવડાવીને કૃમિના ચેપથી બચવા જાણકારી આપી હતી.

15 ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિમુક્ત દિવસ તરીકે ઓળખાય છે. જેના ભાગરૂપે શાળા અને આંગણવાડીના માધ્યમથી કૃમિનાશક દવા નિશુલ્ક આપવામાં આવે છે. જેને લઈ ઈકબાલગઢ પી એચ સી દ્વારા ઈકબાલગઢ ગામની અગ્રેસન વિદ્યાલયમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિદ્યાલયમાં જઈ બાળકોને કૃમિ નિયંત્રણની દવા ખાવાની સાથે સાથે કૃમિના ચેપથી બચવાના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. 1 થી 19 વર્ષના તમામ બાળકોને નજીકની શાળા અને આંગણવાડી પર અવશ્ય મોકલીને કૃમિ નિયંત્રણની નિશુલ્ક સુરક્ષિત અને અસરકારક દવા ખવડાવવા MPHW રાણા રોહિતકુમાર અને FHW પ્રજાપતિ પિન્કાબેન વિદ્યાર્થીઓ તેમજ લોકોને માહિતગાર કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.