ડીસા માર્કેટયાર્ડ માં પણ દૈનિક મગફળીની બોરીમાં આવકમાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકામાં ઉનાળુ મગફળીનું 12739 હેક્ટર વિસ્તારમાં થયેલ વાવેતર ની કામગીરી લેવાનો ધમધમાટ

આ વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળતા હોવાની ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ: બનાસકાંઠા જિલ્લામાં ખેતી ક્ષેત્રેસમૃદ્ધ ગણાતા ડીસા તાલુકામાં ઉનાળુ પાક માં બાજરીની સાથે મગફળીનું પણ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ત્યારે મગફળી નો પાક પરિપકાવ થતા તાલુકાના ખેતરોમાં મગફળી  લેવાનો  ધમધમાટ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બે સિઝનમાં મગફળીનો પાક લેવામાં આવે છે જેમાં ઉનાળુ અને ચોમાસુ મગફળીનું વાવેતર થાય છે ત્યારે ઉનાળુ સિઝનમાં સૌથી વધુ ડીસા તાલુકામાં  મગફળીનું વાવેતર થતું હોય છે.  જેને લઇ ડીસા માર્કેટયાર્ડ માં પણ ઉનાળુ મગફળી ની બમ્પર આવક નોંધાઇ રહી છે ઉપરાંત મગફળીના ભાવ પણ સારા મળતાં ખેડૂત બર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાનું આગમન થાય તે પહેલા ખેડૂત દ્વારા ખેતરોમાંથી મગફળીનો પાક ઝટપટ લેવા માટે કામે લાગી જતા સમગ્ર તાલુકામાં અત્યારે ખેતરોમાં ઠેર ઠેર મગફળીના થ્રેસરો પણ ધમધમી ઉઠ્યા છે.

ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની આવક થી ધમધમી ઉઠયું : ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ નો માલ ની આવક માં નંબર આવે છે જેમાં ડીસા માર્કેટયાર્ડ માં ઉનાળુ સિઝનમાં મગફળી ની દૈનિક ૫૦ હજારથી વધુની આવક થાય જ્યારે ચોમાસુ સીઝનમાં એક લાખથી પણ વધુ બોરીની આવક થતી હોય છે જેમાં શનિવારે ડીસા માર્કેટ યાર્ડમાં 30 હજાર થી વધુ મગફળીની બોરી ની આવક થતા માર્કેટ યાર્ડ પણ ધમધમી રહ્યું છે.

ઉનાળુ સિઝનના મગફળીના ભાવો જળવાઈ રહેતા ખેડૂત વર્ગ પણ ખુશ: વૈશ્વિક બજારોમાં ખાધતેલો ના વધતા જતા ભાવો ની વચ્ચે ચાલુ ઉનાળુ સીઝનના મગફળીના ભાવો પણ જળવાઈ રહેતા ખેડૂત વર્ગ પણ ખુશ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે મગફળીના ભાવમાં પણ ગત વર્ષ કરતાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી ચોમાસુ મગફળીનું પણ બનાસકાંઠા જિલ્લામાં બમ્પર વાવેતર થવાની સંભાવના રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.