પાલનપુરમાં ઘાંચી મોદી સમાજ સેવામ ટ્રસ્ટ દ્વારા પરબનો પ્રારંભ

બનાસકાંઠા
બનાસકાંઠા

ઘાંચી મોદી સમાજ દ્વારા નિઃશુલ્ક ટિફિન સેવા કાર્યરત: ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાલનપુરમાં ઠેરઠેર પાણીની પરબો ખુલ્લી મુકાઈ છે. ત્યારે પાલનપુરના કોઝી વિસ્તારમાં કોટક મહિન્દ્રા બેંકની પાસે ઘાંચી મોદી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મિનરલ પીવાના પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી છે

પરબ અને મંદિર એક સમાન છે. જેમ મંદિરમાં કોઈ પણ  જાતના ભેદભાવ વગર દરેક જીવને પોતાના કર્મ અને ભક્તિનું  જે ફળ મળે છે તેજ પ્રમાણે પરબ પરથી તરસ્યા જીવને પાણી  પીધાં પછી જરૂરિયાત મુજબ સંતોષ મળે છે. ત્યારે ઘાંચી મોદી સમાજ સેવા ટ્રસ્ટ,પાલનપુર દ્વારા કોઝી વિસ્તાર માં કોટક મહિન્દ્રા બેંકની પાસે શક્તિ સ્વરુપા માઁ જગત જનની જગદંબા ના બાળ સ્વરૂપ મોદી સમાજની કન્યાઓ અને એ વિસ્તારમા મજુરી કરતા શ્રમજીવી પરિવારની દીકરીઓના શુભ હસ્તે મિનરલ ઠંડા પાણીની પરબને જનસેવા-જીવસેવા માટે ખુલ્લી મુકવામા આવી હતી. તથા સમાજ ના વડીલો, યુવા બંધુઓ અને સર્વે સમાજ બંધુઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ મા સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ઘાંચી મોદી સમાજ સેવા ટ્રસ્ટ પાલનપુર ની સમસ્ત કાર્યક્રારણી હાજર રહી આવનાર મહેમાનોને આવકાર્યા હતા.

4 વર્ષથી નિઃશુલ્ક ટિફિન સેવા: આ સંસ્થા દ્વારા ગુજરાત તથા રાજસ્થાનના ઘાંચી-મોદી સમાજ ના લોકો જે મેડિકલ સારવાર માટે પાલનપુર,  ડીસા, ધાનેરા, થરાદ, લાખણી મા આવે છે. તેમના માટે  નિ:શુલ્ક ભોજન ટિફિનની સેવા ચાલુ છે. ચોથા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં નિ:શુલ્ક ભોજન ટિફિન 14450 થયા હોવાનું મોદી સમાજના યુવા અગ્રણી સેવાભાવી મયુરભાઈ મોદીએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.