પાલનપુર તાલુકાના કરજોડા ગામે યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ વિસ્તાર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે.5 ડિસેમ્બરના રોજ પાલનપુર તાલુકાના કરજોડા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સંગઠનના મહામંત્રી ભીખુસિંહ ડાભી , પાલનપુર મામલતદાર શૈલેષભાઇ પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સરકારની વિવિધ યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. તેમજ વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.


જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી લવજીભાઈ લક્ષ્મણભાઇ છાપીયાએ જણાવ્યું કે, પહેલાં હું કાચા મકાનમાં રહેતો હતો. મને પાકું બનાવવા લાભ મળ્યો. જેમાં પહેલો હપ્તો ત્રીસ હજારનો, બીજો હપ્તો એંસી હજાર નો અને ત્રીજો છેલ્લો હપ્તો દસ હજાર નો મળ્યો છે.વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા ગામેગામ લોકોને સરકારની યોજનાઓનો લાભ લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકારની યોજનાઓથી લાભાન્વિત લાભાર્થીઓ યોજનાના લાભથી તેમના જીવનમાં આવેલ પરિવર્તન અને બદલાવની સફળ વાર્તાઓ રજૂ કરી પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.