લાખણીમાં ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર અપાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ ધરાવતી ગૌ માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવાની માંગ: સનાતન હિન્દૂ ધર્મમાં ગાયનો મહિમા આદિ- અનાદિ કાળથી ચાલ્યો આવે છે ગાય એ માત્ર પશુ નથી પરંતુ ગાય પૂજનીય છે અને એટલા માટે ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ છે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામે પણ ગાયોની સેવા કરી છે. પૂજનીય ગૌમાતાઓની આજે હાલત દયનિય ત્યારે ગાયને સંવિધાનીક રીતે રાષ્ટ્ર માતા ઘોષિત કરવામાં આવે તો ગાયનું જતન અને રક્ષા થાય એટલા માટે સનાતન હિન્દૂ ધર્મના સર્વોચ્ચ વડા જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા વૃંદાવનથી દિલ્હી સંસદ ભવન સુધી ખુલ્લા પગે યાત્રા કરી રહ્યા છે અને જેને બાકીની ત્રણ પીઠના શંકરાચાર્યજીનું સમર્થન છે સાધુ સંતો નું સમર્થન છે વિદ્વાન કથાકારોનું સમર્થન છે અને દેશના કરોડો હિંદુઓનું પણ સમર્થન છે ત્યારે લાખણી ખાતે શંકરાચાર્યજી મહારાજના પ્રિય શિષ્ય બીપીનભાઇ દવેના નેતૃત્વમાં રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરી છે આ પ્રસંગે બીપીનભાઇ દવે,શ્રવણભાઈ દવે,ગોવિંદભાઇ રાજપુત, ધીરજભાઈ દરજી,હમીરભાઈ રાજપૂત સહિત મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો હાજર રહ્યા હતા.

આ બાબતે બીપીનભાઇ દવેએ જણાવ્યું કે આપણા સનાતન ધર્મમાં ગૌમાતાનું વિશેષ મહત્ત્વ છે ગાય એ સામાન્ય પશુ નથી ભગવાન કૃષ્ણ અને રામે પણ ગાયોની સેવા કરી હતી આજે સરેઆમ ગાયની કતલ થાય છે એ આપણા માટે દુઃખ અને શરમની વાત છે ત્યારે જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે પગપાળા યાત્રા કરી છે અમે સૌ એમની સાથે છીએ અને આજે અમે આવેદનપત્ર આપીને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.