ગઢ પંથકમાં મામાના ઘેર આવેલ સગીર ભાણીનું અપહરણ કરાયું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના એક ગામની કિશોરીને ઢુવા ગામનો યુવક લલચાવી ફોસલાવી ભગાડી ગયો: પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારના એક ગામના મામાના ઘરે આવેલ એક સગીરાનું ડીસા તાલુકાના ઢુવા ગામનો યુવક લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે વાલીપણામાંથી અપહરણ કરી જતાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આરોપી સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે અપહૃત સગીરાને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે.

ડીસા તાલુકાના એક ગામની સગીર બાળા ગઢ પંથકમા આવેલ તેના મામાના ઘરે મળવા આવી હતી જ્યા ડીસા તાલુકાના ઢુવા ગામનો સુરેશજી પ્રધાનજી ઠાકોર નામનો યુવાન આ સગીરાને લલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે તેની એકલતાનો લાભ ઉઠાવી વાલીપણામાંથી ભગાડી ગયો હતો જોકે મામાંના ઘરેથી સગીર વયની ભાણીનું અપહરણ કરવાંમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી બનાવ અંગે સગીરાના મામાએ ઢુવા ગામના ઇસમ વિરૂદ્ધ તેમની ભાણીનું અપહરણ કરવાની ફરિયાદ દાખલ કરાવતા ગઢ પોલીસે સગીરા અને તેને ભગાડી જનાર યુવકને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.