ડીસામાં કોર્ટની મંજૂરી વિના અરજદારની અટકાયત કરનાર પી.આઇ.ને સસ્પેન્ડ કરવા આદેશ ફરમાવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં કોર્ટની પરવાનગી વિના કાર્ટ પરિસરમાંથી જ અરજદારની અટકાયત કરી ખોટો એરેસ્ટ મેમો બનાવનારા ઉત્તર પોલીસ મથકના પી.આઇ.ને સસ્પેન્ડ કરવાનો ન્યાયાધીશે હુકમ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.

ડીસા ઉત્તર પોલીસ મથકની ટીમે અગાઉ રિવોલ્વર સાથે એક શખ્સને ઝડપ્યો હતો.જેમાં પોલીસે રાયમલસિંહ બનસિંહ પરમારને ખોટી રીતે આરોપી દર્શાવ્યો હતો. જોકે, રિવોલ્વર સાથે ઝડપાયેલા શખ્સે રાયમલસિંહ પાસેથી રિવોલ્વર ન ખરીદી હોવાની કોર્ટમાં જુબાની આપી હતી. દરમિયાન તેઓ અન્ય ગૂનામાં ડીસાની કોર્ટમાં આવ્યા હતા. ત્યારે ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઇ. વી. એમ.ચૌધરીએ કોર્ટની પરવાનગી વગર કોર્ટ પરિસરમાંથી જ રાયમલસિંહની અટકાયત કરી હતી.જેમાં પણ તા. 10 જુલાઇ 2023 ના દિવસે 12:48 કલાકે ધરપકડ કરી ખોટો એરેસ્ટ મેમો બનાવ્યો હતો અને 7 કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તેમણે પી.આઇ. વી. એમ. ચૌધરી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

આ અંગે અરજદારના વકીલ સુરેશભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે,કેસ ચાલી જતાં ડીસાના એડીશનલ સેશન્સ જજ રસીકકુમાર વી. મંડાણીએ આરોપી ડીસા ઉત્તર પોલીસ મથકના પી.આઇ. વી. એમ.ચૌધરીને હોદ્દાનો ખોટો દૂરપયોગ કરી અરજદારની ખોટી રીતે અટકાયત કરી ખોટો એરેસ્ટ મેમો બનાવવાના ગુનામાં કસુરવાર ઠેરવી પીઆઇને સસ્પેન્ડ કરી અન્યત્ર બદલી કરવા હુકમ કરવામાં આવ્યો હતો તથા પી.આઇ. વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 465, 466, 471 હેઠળ એફ.આઇ.આર. દાખલ કરવા ગુજરાત સરકાર ને હુકમ કરવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.