ડીસા કોલેજમાં અંગ્રેજી વિષયનું લેક્ચર ન લેવાતા વિદ્યાર્થીઓનો વિરોધ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા કોલેજમાં બી.એ.સેમેસ્ટર ચારમાં અંગ્રેજી વિષયનું: લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમયસર વિદ્યાર્થીઓની માગ સ્વીકારવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બી.એ.ના સેમ ૪માં ઇંગ્લિશ વિષયનું લેકચર લેવા માટે કોઇ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિધાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોઈ કોલેજ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. જેની માહિતી મળતા જ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો  કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓને અન્યાય બદલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ઈંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી: આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે. તે વિધાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઈન્ટરનલ પરીક્ષામાં વિધાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી. આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે, જાે આવનાર સમયમાં વિદ્યાર્થીઓની આ માંગ સંતોષવામાં નહી આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે તેવો રોષ વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.