ભાભરમાં મહિલાની થેલીમાંથી પૈસા ઝૂંટવીને ભાગતા શખ્સને લોકો ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાભર વાવ સર્કલ પાસે એક મહિલાની થેલીમાંથી પૈસા ઝૂટવીને ભાગતા શખ્સને સ્થાનિક લોકો તેમજ પોલીસે ઝડપી પાડ્યો હતો. મહિલાની થેલીમાંથી પૈસા લઇ શખ્સ ભાગતાં મહિલાએ બુમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકોએ શખ્સ ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં એક ચીલ ઝડપની ઘટના સામે આવી છે. ભાભરના વાવ સર્કલ પાસે એક મહિલાના થેલીમાંથી એક શખ્સ પૈસા ઝૂંટવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને હાજર પોલીસ તેની પાછળ દોડી હતી. શખ્સને આગળ જતા લોકોએ ઝડપી પાડ્યો હતો. ચીલ ઝડપ કરનાર શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ યુવકને પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. ભાભર પોલીસે શખ્સની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.