બનાસકાંઠામાં ધો.10- 12 ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજના આધારે 37 કોપીકેસ નોંધાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ધોરણ 10 માં (13) અને ધોરણ 12 માં (24) વિજ્ઞાન પ્રવાહમાં એક પણ કોપીકેસ નોંધાયો નથી: સરહદી બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં લેવાયેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સીસીટીવી ફુટેજના આધારે કુલ 37 કોપીકેસ નોંધાયા હતા. જેથી સીસીટીવી ફૂટેજ ના આધારે નોંધાયેલા કોપી કેસના તમામ ડોક્યુમેન્ટ શિક્ષણ બોર્ડ ગાંધીનગર ને મોકલાયા છે. જેથી આગળની કાર્યવાહી શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. જેમાં એસ.એસ.સી માં કુલ 181 બિલ્ડીંગ પર 49977 અને એચએસસી માં 111 બિલ્ડીંગ પર 33,000 ઉપરાંતના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં તમામ બિલ્ડીંગના રૂમોમાં સીસીટીવી લગાવવામાં આવેલા હતા. જેથી પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ બનાસકાંઠા શિક્ષણ વિભાગ ના સ્ટાફ દ્વારા શાળાઓમાં લગાવેલા સીસીટીવી કેમેરાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ 37 વિદ્યાર્થીઓ કોપી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

જેમાં ધોરણ 10 ના 13 અને ધોરણ 12 ના 24 વિદ્યાર્થીઓ ચોરી કરતા નજરે પડતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડોક્યુમેન્ટો એકત્ર કરી ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર ને મોકલવામાં આવ્યા છે. આગામી સમયમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીના વાલીને તેમજ વિદ્યાર્થી ને ગાંધીનગર ખાતે બોલાવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિજ્ઞાન પ્રવાહમાં એક પણ કોપી કેસ નોંધાયો ન હતો: ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 5000 ઉપરાંત ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. જેમાં પરીક્ષા દરમિયાન એક પણ વિદ્યાર્થી સીસીટીવી કેમેરામાં કોપી કરતા ઝડપાયો ન હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.