![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/બનાસકાંઠામાં-34-સેન્ટરમાં-hed.jpg)
બનાસકાંઠામાં 34 સેન્ટરમાં 12,813 છાત્રોએ ગુજકેટની પરીક્ષા આપી, 332 ગેરહાજર
બનાસકાંઠા જિલ્લામાં રવિવારે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 13,145 વિદ્યાર્થીઓ ભૌતિક વિજ્ઞાન, ગણિત અને રસાયણ વિજ્ઞાનમાં નોંધાયા હતા. જેમાં 12813 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે 332 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી ડો.હિતેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રવિવારે ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. આ વર્ષે જિલ્લામાં ગુજકેટમાં 13,145 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ હતી. જિલ્લામાં રવિવારે આ કસોટી લેવામાં આવી હતી. 34 બિલ્ડિંગમાં 330 બ્લોકમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી 12,813 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 332 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનું 120 માર્કસનું પેપર લેવામાં આવ્યું હતું. સવારે 10-00 થી 12-00 ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1-00 થી 2-00 જીવવિજ્ઞાન તો બપોરે 3-00 થી 4-00 વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવાયુંુ હતું. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી.