ડીસા પાટણ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન બાઈક ચાલકનું મોત નિપજ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા પાટણ હાઈવે પર આવેલ ધરપડા ગામ પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં ગઇકાલે સાવીયાણા ગામના 35 વર્ષીય યુવક અર્જુન જીવણજી ઠાકોર પોતાનું બાઈક લઈને પાટણથી ડીસા તરફ આવી રહ્યા હતા અને ધરપડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રોડ ઉપર પટકાતા બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે સારવાર દરમિયાન બાઇક ચાલક અર્જુન ઠાકોરનું મોત થયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.