થરાદના ચારડામાં ઉછીના પૈસા ન ચુકવતા ત્રણ મહિનાની કેદની સજા

બનાસકાંઠા
બનાસકાંઠા

રોકડના બદલામાં આપેલો ચેક રિટર્ન થતા થરાદ કોર્ટ આકરા પાણીએ: થરાદના ચારડા ગામમાં એક વ્યક્તિએ બીજાને આપેલા હાથ ઉછીની રકમ નિયત મર્યાદામાં ચુકવવાના બદલામાં આપેલો ચેક રીટર્ન થતાં થરાદ કોર્ટના ન્યાયાધીશ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદ કરનારને ન્યાય અપાવતાં કસુરવારને વળતર તરીકે તેમના રૂપિયા ચુકવવાનો અને ચેકરિટર્નના બદલામાં કાયદાની જોગવાઈ મુજબ ત્રણ માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પંથકમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો હતો.

રામજીભાઈ ભીખાભાઈ હડીયલ રહે.ખાનપુર તા.થરાદએ થરાદની કોર્ટમાં ચારડા ગામના અશોકકુમાર સગથાભાઈ કાપડી સામે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, 142 મુજબ ફરિયાદ કરી હતી.જેમાં જણાવ્યું હતું કે અશોકભાઇને થરાદમાં ગેરેજ હોવાના કારણે પોતાની ગાડી સર્વિસ કરાવવા આવતા જતા તેઓ પણ ગાડીઓની લે વેચ કરતા હોઇ તેમને ગાડીના ગ્રાહક પણ લાવી આપતા હોવાથી બંને એકબીજાના ગાઢ પરિચયમાં આવ્યા હતા. આ વખતે તેમણે અશોકકુમારે સેકન્ડમાં ગાડીઓ લાવવા ત્રણ લાખ રૂપિયાની ઘટ હોઇ એક માસમાં ચુકવી આપવાની શરતે ત્રણ વરસ પહેલાં હાથઉછીના આપ્યા હતા.

જેના બદલામાં અશોકભાઈએ ₹3,00,000 નો ચેક આપ્યો હતો. મુદત મુજબ નાણાં મેળવવા માટે બેંકમાં ભરેલો ચેક નાણાંના અભાવે રિટર્ન થયો હતો. અવારનવાર ઉઘરાણી કરવા છતાં પણ પૈસા ન આપતા રામજીભાઈએ પોતાના વકીલ મારફત નોટિસની બજવણી કરી કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી. જે કેસ ત્રણ વર્ષ પહેલા કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી જે કેસ થરાદના જીડીસીએલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) જીતેન્દ્રસિંહની કોર્ટમાં ચાલી જતાં તેમના દ્વારા અશોકભાઈને કસુરવાર ફેરવી ત્રણ મહિનાની સાદી કેદની સજાનો તેમજ ત્રણ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો. આ ઘટનાને લઈને આવા અસામાજિક તત્વોમાં ભય સાથે ફફડાટની લાગણી પ્રસરવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.