પાંથાવાડા પોલીસ મથક વિસ્તાર ના વાછડાલ ગામે રહેણાંક ઘરેથી ગેર કાયદેસર વિદેશી દારૂ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ-બિયર ની ૯૮ નંગ બોટલ ઝડપાઇ

બાતમી આધારે પાંથાવાડા પોલિસે રેઇડ કરી રહેણાંક મકાન માંથી ૧૯ હજાર થી વધુ નો વિદેશી દારૂ ઝડપી પાડયો: બનાસકાંઠામાં પાંથાવાડા પોલીસ મથક રાજસ્થાન સરહદ ને અડીને આવેલુ હોવાથી આ વિસ્તાર મા થઈ બુલેગરો દ્વારા ગુજરાતમાં અવનવા કિમિયા કરી ગેર કાયદેસર દારૂ ઘુસાડવા ના પ્રયત્નો કરવામાં આવતા હોય છે.પરંતુ પાંથાવાડા પોલીસ દ્વારા સતર્કતા રાખી પોલીસ મથક વિસ્તારના ગામડાંઓ મા સઘન રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ સતત કરવામા આવે છે.

ત્યારે પાંથાવાડા પી.એસ.આઈ. એ.બી.દત્તા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ  એ પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત આધારે વાછડાલ ગામે નારણભાઈ નટવરભાઈ ઠાકોર ના રહેણાંક મકાનમાં રેઇડ કરતા ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટ ના વિદેશી દારૂ-બીયર ની ૯૮ નંગ બોટલ મળી આવી હતી. જે ૧૯ હજાર થી વધુ ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી સદરે ઈસમ વિરૂદ્ધ પ્રોહીબિસન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.