ચૂંટણી માટે વહીવટીતંત્ર દ્વારા ખૂબ મહેનત કરાઈ છે તો મતદાન અવશ્ય કરજો : જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

જિલ્લા ચૂંટણી અધિકારી વરૂણકુમાર બરનવાલે મતદાન પૂર્વે આજરોજ જગાણા સ્થિત EVM વેરહાઉસની મુલાકાત લીધી હતી. લોકશાહીના મહાપર્વની સૌને શુભેચ્છાઓ પાઠવતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી.

બનાસકાંઠા લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબકાકા માટે 7 મે ના રોજ મતદાન છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ તમામ 9 વિધાનસભા મતદાર વિભાગના 2558 બુથો પર 6 મે ના રોજ  EVM-VVPAT મશીન અને અન્ય સામગ્રીની ફાળવણી હાથ ધરવામાં આવી હતી. પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટે જગાણા સ્થિત એન્જીનીયરિંગ કોલેજ ખાતે EVM-VVPAT મશીન રાખવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જગાણા સ્થિત EVM વેરહાઉસની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા. તેમજ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ તમામ સ્ટાફને લોકશાહીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે લોકસભા સામાન્ય ચૂંટણી માટે તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. વહીવટીતંત્રએ ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે ખૂબ મહેનત કરી છે ત્યારે આ મહેનતને સાર્થક કરવા જિલ્લાના તમામ મતદારોને બહોળી સંખ્યામાં મતદાન માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.