
અંબાજી ગ્રામજનો વેરો નહી ભરે તો મિલ્કત જપ્તી અને વીજ કનેકશન કપાશે
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા મિલ્કતવેરા, વ્યવસાયવેરો તથા ખારા પાણી વેરાની મોટી બાકી વસુલાત લાંબા સમયથી બાકી બોલે છે. જેની સામે બાકીદારોને પંચાયત દ્વારા ત્રણ નોટીસ આપવામાં આવેલ છે. જેના લીધે પંચાયતમાં છેલ્લા દશ/બાર દિવસથી રોજની સરેરાશ એક લાખ રૂપિયાની વસુલાત ચાલુ થયેલ છે. પંચાયત દ્વારા હવે બાકીદારોને મિલ્કત જપ્તી કે વીજ કનેકશન કાપવા સુધીની ચીમકી આપવામાં આવેલ છે. એટલુજ નહી આયોજન અધિકારી સહ દાંતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા મિલ્કત જપ્તી અને વીજ કનેકશન કાપતા પહેલા એક વેરા વસુલાત માટે અઠવાડીક ઝુંબેશનું આયોજન કરેલ છે. જેમાં તાલુકા કક્ષાએથી અંબાજી ખાતે ટીમ મોકલી વેરાની કડક વસુલાત કરવા આયોજન કરેલ છે ગામના બાકીદારોના હિતો ને ધ્યાને લઈ અને પેનલટી માંથી મુકિત મળે તે હેતુસર મિલ્કતવેરો, ખાસ પાણીવેરો, વ્યવસાયવેરો અને દુકાનભાડા ફકત રોકડેથી તા. ૧૨/૦૪/૨૦૨૩ સુધી પંચાયતમાં જુના હિસાબી વર્ષમાં વસુલ કરવામાં આવશે ત્યાર બાદ કોઈપણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી. અને નિયમોનુસારની કડક કાર્યવાહી કરવામાં આવશે નાણાંભરી પેનલ્ટી થી બચવા વેરાની ભરપાઈ કરી જવા પંચાયત દ્વારાજણાવવામાં આવ્યુ છે.