ભીલડી નજીક હોટલ માલીકોનો જમીન ઉપર બથામણીયો કબજાે : પોલીસ તંત્ર મુક્ પ્રેક્ષક

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસાના એક વેપારીની ભીલડી નજીક પોતાની માલીકીની જમીન આવેલી છે. જેની ઉપર નજીકની હોટલના માલીકોએ ગેર કાયદેસર રીતે બ’થામણીયો કબજાે કરી દીધો છે. જે અંગે ભીલડી પોલીસ મથકે ફરીયાદ નોંધાવવા જતા પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આના કાની કરતી હોવાનો આક્ષેપ ઉઠવા પામ્યો છે. આ મામલે જીલ્લા પોલીસ વડા સહીત ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા વૃધ્ધ વેપારીને ન્યાય માટે આમ તેમ ભટકવાનો વારો આવ્યો છે. ડીસા ખાતે રહેતા વેપારી ભીખાજી તારાજી સોનીની ભીલડી નજીક સર્વે નં. ૪૮/૪ ની રહેણાંક હેતુ માટેની જમીનમાં પ્લોટ નં. ૭૭,૭૮,૭૯, ૯ર,૯૩,૯૪,૯પ અને પ્લોટ નં. ૭ મળી અંદાજે ૧પ૦૦૦ ચોરસ ફુટ તથા ખુલ્લી જમીન જે એમની પોતાની માલીકીની છે. જે જમીનના બાનાખત કરાર લેખમાં બાજુની હોટલના માલીકો ઠક્કર શાંતીલાલ મઘાજી અને ઠક્કર રાકેશભાઈ શાંતીલાલ રહે. ભીલડી વાળાઓએ વેપારી ભીખાજી તારાજી સોનીનો ફોટો ચોટાડી બનાવટી સહી કરી આ બાનાખત કરારનો લેખ એક કોરા કાગળ ઉપર ટાઈપીંગ કરાવીને ઉપરોક્ત જમીનનો ગેર કાયદેસર દસ્તાવેજ ઉભો કરી ગંભીર ગુનો આચરેલ છે. જે અંગે વેપારી ભીખાજી તારાજી સોની તા. ૧૦/૦૬/ર૦રર ના રોજ ભીલડી પોલીસ મથકે ફરીયાદ આપી હતી. પરંતુ પોલીસે હોટલ માલીકોની મીલી ભગતથી ફરીયાદ લેવામાં આનાકાની કરી હતી. આથી વેપારીએ આ મામલે તા. ૦૧/૦૭/ર૦રર ના રોજ જીલ્લા પોલીસ વડા સમક્ષ લેખીતમાં ફરીયાદ આપી હતી. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેમાં વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, અમારી ફરીયાદ ગંભીર ફરીયાદ હોવા છતા પોલીસે હોટલ માલીકોના દબાણમાં આવી આ અંગે એફ.આઈ.આર દાખલ કરવા કે, આગળની કોઈ તપાસ કરી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.