બનાસકાંઠામાં પરંપરાગત ધાર્મિક માહોલ સાથે હોલિકા દહન થયું

બનાસકાંઠા
બનાસકાંઠા

સંધ્યા ટાણે ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું અને લોકોએ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી: ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં રવિવારની સાંજે હોલિકા દહન કરવામાં આવ્યું હતું લોકોએ ઉલ્લાસભેર ધાર્મિક માહોલ સાથે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતા. બનાસકાંઠા જિલ્લા માં સાંજના સંધ્યા ટાણે શુભ મુહૂર્ત બાદ હોલિકા દહન થયું હતું. પ્રજાજનો પણ હોલિકાના દર્શન સાથે સાથે પૂજા-અર્ચના કરી પ્રદક્ષિણા કરી હતી.

ગ્રામ્ય વિસ્તારોમાં આવનાર વર્ષ કેવું રહેશે તેના હોલિકા દહન બાદ લેખાજોખા જોવામાં આવ્યા હતા. સમગ્ર પંથકમાં ધાર્મિક માહોલ સાથે પરંપરાગત રીતે ઉજવણી જોવા મળી હતી. ઉપરોક્ત તસ્વીરમાં વડાવલ ગામના હનુમાન મંદિર ખાતે હોલીકા દહન નો કાર્યક્રમ યોજાયો હતો મોડી રાત સુધી લોકોએ હોલિકા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગ્રામ્ય વિસ્તારોમાં નવોઠા દંપતી અને પ્રથમ બાળક હોય તેવા દંપતિઓએ હોલિકા માતાજીના દર્શન કરી પૂજન અર્જન કર્યું હતું ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહન થયું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.