ડીસાના ભોંયણ નજીક હિટ એન્ડ રન : રાહદારીનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા- પાલનપુર નેશનલ હાઇવે પર ભોયણ ગામ નજીક મોડી સાંજે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક રાહદારી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાહન ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે રાહદારી પરથી ગાડીનું ટાયર ફરી વળતા કમરથી નીચેના ભાગના ચિથરા ઉડી ગયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ કરતા મૃતક ખિસ્સામાંથી કૃષ્ણનગર-ડીસાની બસની ટિકિટ મળી આવી હતી. અકસ્માત અંગેની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતા મૃતક ચંદ્રકાન્ત સોમાભાઈ પટણી રહે. અમદાવાદ તેના મુળ વતન ઢુવા ગામે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનલ ભોગ બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.