
સતત કમોસમી વરસાદ બાદ મીની વાવાઝોડાથી મોટું નુકશાન
ધાનેરા, રાહ,ભાભર,અમીરગઢ, બનાસકાંઠા જિલ્લામાં આજે સતત ચોથા દિવસે વૈશાખી વાયરાના બદલે અષાઢી માહોલ સર્જાયો છે. થરાદ, વાવ, ભાભર, ધાનેરા, ડીસા, રાહ અને અમીરગઢ તાલુકામાં ભારે વરસાદથી નુકશાની પહોંચી છે. બનાસકાંઠા જિલ્લામાં ભરમાં ઠેર ઠેર કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લામાં ઠેર ઠેર બાજરી અને મગફળી જેવા ઊભા પાકને નુકશાન થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવા હાલત થયાં છે
એક બાજુ આખી સીઝન દરમિયાન કમોસમી વરસાદે ખેડૂતોને રાહત નો દમ્મ લેવા દીધો નથી વાળી ભર ઉનાળે પણ વાવઝોડા સહિત કમોસમી વરસાદ થી બાજરીના ઊભા પાક પડી ગયા છે ત્યારે એવામાં સરકાર પાસે સહાયની અપેક્ષા કરી રહ્યા છે. ઘઉં ,બાજરી, મગફળી ,સહિત નાં એક બાદ એક પાકોમાં નુકશાન થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વાો આવ્યો છે. તો બીજી તરફ ભાભર પંથકમાં બુધવારે સાંજે અચાનક આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદથી ખેતરોમાં વૃક્ષો ધરાશયી અને બજારોમાં હોડીગો તૂટી પડ્યાં હતાં. વૈશાખ મહિનામાં લગ્નની ફૂલ સિઝનમાં વારંવાર કમોસમી વરસાદથી લોકો અચરજ માં મુકાયા છે. કાળઝાળ ગરમી વચ્ચે એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.
ભાભર પંથકમાં વૃક્ષો ધરાશાયી અને હોડીગો તૂટી પડ્યાં
અમીરગઢ પંથકમાં બાજરીના ઊભા પાકનો સોથ વળી ગયો
રાહ પથકમાં કરા સાથે વરસાદી ઝાપટાં પડ્યા
થરાદના રાહ પથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં સમગ્ર રાહ પથક પવન સાથે અને કરા સાથે વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ વર્તાયો હતો. ખેડૂતોમાં ઉનાળો પિયત પાણી ને લઈને ફાયદો સે તો બીજું બાજુ હાલમાં બાજરી જેવા ઊભા પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.
નેનાવામાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ
નેનાવાં માર્કેટમાં પડેલ માલ પલળી ગયો હતો. વરસાદ પડતાં ખેતર માં ઉભેલ ઉનાળુ બાજરીને નુકશાન થવાની શક્યતા છે. એક બાજુ જોરદાર લગ્નની સિઝન અને બીજી બાજુ કમોસમી માવઠું પડતા ખેડૂતો અને લગ્નની મોસમમાં પણ લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. નેનાવા માર્કેટયાર્ડ ગંજમાં વેપારીઓનો માલ પલડી ગયો હતો.