ગરમી નું પ્રમાણ વધ્યું : બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગરમીનો પારો 40 ડિગ્રી ઉપર પહોંચતા આગ આંકતી ગરમીની શરૂઆત

બનાસકાંઠા
બનાસકાંઠા

વેસ્ટન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમ આગળ વધતા આકાશ ખુલ્લું થતાં જ ગરમીનો પ્રકોપ વધ્યો

આગામી ત્રણથી ચાર દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી: સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કાળઝાળ ગરમી ની શરૂઆત થતા પ્રજાજનો તોબા પોકારી ઉઠ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી વેસ્ટન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમને કારણે બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા થવા પામ્યા હતા જેના કારણે ગરમીના પારા માં આશિક ઘટાડો નોંધાતા પ્રજાજનોને ગરમીથી સામાન્ય રાહત મળી હતી પરંતુ વેસ્ટન ડીસ્ટર્બન્સ ની સિસ્ટમ આગળ વધતા બનાસકાંઠા જિલ્લાનું આકાશ ખુલ્લું થતા ફરી એકવાર ગરમીનું પારો ઉચકાયો છે અને તાપમાન 40 ડિગ્રી ઉપર પહોંચી જતા પ્રજાજનોએ આગ આંકતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ આગામી ત્રણથી ચાર દિવસ તાપમાનનો પારો ઉચકાતા રાજ્યના અનેક ભાગોમાં હીટવેવ ની પણ આગાહી પણ કરવામાં આવી છે ત્યારે પ્રજાજનોને ફરી એકવાર આખરી ગરમીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધતાં લગ્ન આયોજન અને ચૂંટણી પ્રચાર પર અસર જોવા મળશે બનાસકાંઠા જિલ્લામાં ચૈત્ર મહિનામાં અનેક સમાજોમાં  લગ્ન જોવા મળી રહ્યા છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણી માં પણ બંને પક્ષના ઉમેદવારો ફોર્મ ભરી દીધા છે જેના કારણે ચૂંટણી પ્રચાર પણ શરૂ થયો છે ત્યારે એક એક ગરમીનું પ્રમાણ વધતાં લગ્ન આયોજકો સહિત ચૂંટણી પ્રચાર કરતા રાજકીય પક્ષો માટે પણ ચિંતા જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લુ ની અસર: સામાન્ય રીતે આ વર્ષે ઉનાળાની સિઝન દરમિયાન સતત બદલાતા વાતાવરણ વચ્ચે થોડાક સમયે આફરી ગરમીનો અનુભવ બાદ વાતાવરણ બદલાતા ગરમીનું પ્રમાણ ઘટતું હતું પરંતુ એપ્રિલના અંતમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ વચ્ચે બુધવાર ના દિવસે બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા લુ  અસર જોવા મળી હતી જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ બની જવા પામ્યા હતા.

ગરમીનું પ્રમાણ વધતાં ખેતી માટે અનુકૂળ હોવાનો જણાવતા ખેડૂતો: આ અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે ગરમીનું પ્રમાણ વધતા ખેતી માટે ખૂબ જ અનુકૂળ ગણવામાં આવે છે છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણના કારણે મગફળી બાજરી સહિત અન્ય પાકોમાં ઈયળો નું ઉપદ્રવ્ય પણ જોવા મળી રહ્યું હતું ત્યારે હવે જો ગરમીનું પ્રમાણ વધતા આવી ઇયળો નું પ્રમાણ ઘટશે અને પાકમાં વૃદ્ધિ થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

ડીસાનું મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું: ડીસાના મહત્તમ તાપમાનમાં વધારો થતા બુધવારના મહત્તમ તાપમાન 40.7 ડીગ્રી નોંધાયું હતું આ ઉપરાંત લધુતમ તાપમાનમાં પણ વધારો થતા 25.7 ડીગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 40 ટકા જોવા મળ્યું છે અને પવનની ગતિ પ્રતિ કલાક 5 km રહી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.