ધાણધાના આર્મી જવાનની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ

બનાસકાંઠા
બનાસકાંઠા

અશ્રુભરી આંખે શ્રદ્ધાંજલિ આપતા ગ્રામજનો હિબકે ચડ્યા: પાલનપુર તાલુકાના ધાણધા ગામ ના ભારતીય લશ્કરના જવાનનું બેંગ્લોર નજીક પાણીના ઝરણામાં પડી જવાથી નિધન થયું હતુ. જેઓનો પગ લપસી જતાં પાણીમાં પડી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ હતી. ત્યારે સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

પાલનપુર તાલુકાના ધાણધા ગામના કૌશિકભાઇ રઘજીભાઇ ચૌધરી ચાર વર્ષ અગાઉ ભારતીય લશ્કરમાં જોડાઇ માં ભોમની રક્ષા કરી રહ્યા હતા. આ અંગે પરિવારના સૂત્રોએ જણાવ્યું હતુ કે, કૌશિકભાઇ બેંગ્લોરમાં ફરજ બજાવતાં હતા. દરમિયાન બેંગ્લોર નજીક ઝરણાં પાસે ગયા ત્યારે પગ લપસી જતાં પાણીમાં પડી ગયા હતા. જ્યાં તેમનું દુ:ખદ નિધન થયું હતુ. જેમના પાર્થિવ દેહને માદરે વતન ધાણધા ગામમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેઓની અંતિમવિધિમાં ગ્રામજનો જોડાયા હતા. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારાઓ વચ્ચે તેઓને અંતિમ વિદાય અપાઈ હતી. ત્યારે પોતાના ગામના જવાનને અશ્રુભરી અંજલિ આપતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. માં ભોમની રક્ષા કરતાં કૌશિકભાઇના નિધનથી સમગ્ર ધાણધાર પંથક સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.