ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા નિ:શુલ્ક બહેરાશ નિદાન કેમ્પ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં રોટરી ક્લબ ડિવાઇન દ્વારા નિ:શુલ્ક બહેરાશ નિદાન કેમ્પ વિહાન હોસ્પિટલ ડીસા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓનું ઓડિયો મેટ્રી અને બહેરા લોકોને સાંભળવાના મશીન આપી ફરી સાંભળતા કર્યા હતા.

ડીસામાં રોટરી ડીવાઇન અને અનેકવિધ સામાજીક પ્રવુતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત નિઃશુલ્ક બહેરાશ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. પ્રોજેક્ટ ચેરમેન અને તપાસ નિષ્ણાત તરીકે ડીસાના જાણીતા ઇ.એન.ટી. સર્જન સેવાભાવી અને ક્લબના પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. બિનલ માળીએ કેમ્પમાં 72 જેટલા પેશન્ટોનુ ફ્રીમાં બહેરાશ નિદાન કર્યુ હતું. જેનો ચાર્જ 400 ₹ હોય છે. ડૉ. બિનલબેન દ્વારા કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર બધા જ પેસન્ટોની ફ્રીમાં તપાસ કરવામાં આવી.

50 જેટલા પેશન્ટોનું ઓડિયો મેટ્રી ફ્રીમાં કરવામાં આવ્યું હતું. જ્યારે 47 જેટલા દર્દીઓને સાંભળવાના મશીન પણ ફ્રીમાં આપવામાં આવ્યા હતા. આ મશીનના દાતા રોટે. ડૉ.બિનલ માળી અને રોટરી ક્લબ ડીસા ડિવાઇન હતા. આ કેમ્પમાં ડૉ.અંકિતભાઈ માળી સહિત કેમિસ્ટ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેએ ખૂબ જ સહકાર આપ્યો હતો. રોટે. ડૉ.બિનલ માળી દ્વારા પર્મનેન્ટ ” Early Detection of Hearing Impairment” પ્રોજેક્ટ કરવામાં આવે છે. આ કેમ્પમાં સેક્રેટરી રોટે.ડૉ.વર્ષા પટેલ , પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટે.ડૉ.રીટા પટેલ ,રોટે ડૉ.અલ્પા શાહ વગેરે હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.