સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડ્યો ડીસાવાસીઓ ફરી ઠંડીનો અહેસાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે. ડીસામાં સતત બીજા દિવસે ચાર ડીગ્રી જેટલું તાપમાન ઘટી જતા આજનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું અને ડીસાવાસીઓ ફરી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.

ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થતા તેની અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ થઈ રહી છે અને ડીસામાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું. ત્યારબાદ આજે સતત બીજા દિવસે વધુ તાપમાનનો પારો વધુ ચાર ડિગ્રી ગગડી ગયો છે. જેથી આજે ડીસાનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાયું હતું. તાપમાન ઘટતા જ ડીસાવાસીઓ ફરી ઠંડીની ઝપેટમાં આવી ગયા છે અને ગરમ વસ્ત્રો મૂકવાનું વિચારતા શહેરીજનો ફરી ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળ્યા છે. અઠવાડિયા ડીસામાં 18 ડિગ્રી આસપાસ તાપમાન થઈ ગયુ હતુ, પરંતુ હિમવર્ષાના કારણે બે દિવસથી સતત તાપમાનનો પારો ગગડી જતા ફરી 11.4 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. જેમાં ગઈકાલે 2.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. જ્યારે આજે વધુ 3.9 ડિગ્રી તાપમાન ઘટ્યું છે. જેથી શહેરીજનો હવે લોકો ફરે શિયાળા જેવી કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.