![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/મુડેઠાના-ગોગાપુરામાં-શોર્ટ-hed.jpg)
મુડેઠાના ગોગાપુરામાં શોર્ટ સર્કિટના કારણે મંડપમાં આગ લાગી
ડીસા તાલુકાના મુડેઠા ગામના ગોગાપુરા પંચાયત નજીક લગ્ન પ્રસંગમાં ગુરુવારના બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટના કારણે ઘર આગળ બાંધેલ મંડપમાં આગ લાગી હતી જ્યારે શોર્ટ સર્કિટના લીધે આગ લાગતાં સ્થાનિક લોકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. જ્યારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ મંડપ માલિકને મોટું નુક્સાન થયું હતું અને શોર્ટ સર્કિટના કારણે મંડપમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.