અંબાજીમાં શટરનું સેન્ટ્રલ લોક પણ હવે સલામત નથી : અંબાજીમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો

બનાસકાંઠા
બનાસકાંઠા

યાત્રાધામ અંબાજી ખાતે ગત મોડી રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે યેવલા બીડીની ધર્મશાળાની બાજુમાં આવેલી અમર કરિયાણી દુકાને નિશાન બનાવી હતી. કેટલાક અજાણ્યા શખસો મોડી રાત્રે ચાલુ વરસાદે કરિયાણાની દુકાનના તારા મારેલા નકુચા તોડી તેમજ શટરનું વચ્ચેનું સેન્ટર લોક પણ તોડી ચોરીને અંજામ આપ્યો હતો. જોકે આ ચોરી કરવા માટે લોખંડના સળિયા ટોમી બાજુના ગેરેજના તાળા તોડી સળિયા કાઢી ચોરીના કામે લેવાયા હતા.આ સમગ્ર મામલે દુકાન માલિક દિલીપ અગ્રવાલ એ દુકાને જઇ જોતા બે ઇંચ શટર ઊંચું જોવા મળ્યું હતું. શંકા જતા તાત્કાલિક તેમને તપાસ હાથ ધરતા ચોરી થયાની અંદાજ લગાવ્યો હતો. જેમાં કરિયાણાની ઘરવખરી બિસ્કીટના પાકીટ, ઘીના ડબ્બા, તેલના ડબ્બા, વિવિધ ગુટખા અને અન્ય સામગ્રી સાથે પ્રાચીન સિક્કાના સંગ્રહ લઇ તસ્કરો ફરાર થઈ ગયા હતા.જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં જાણકારી આપતા પોલિસ તાકીદે ઘટના સ્થળે પહોંચી હતી. સાથે આજુબાજુ સીસીટીવી કેમેરા તપાસ કરતા આ ચોરી રાત્રિના 2:55 કલાકે દુકાન આગળની ચાલુ લાઈટ બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો. સીસીટીવી કેમેરામાં જોતા રાત્રિના 3.16 મિનિટે આ તસ્કરો માલ સામાન ઉપાડીને ફરાર થઈ ગયા હતા.


જોકે સીસીટીવી કેમેરા દૂર હોવાથી ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું ન હતું પણ જે ચોરીને અંજામ અપાયો છે સહિત તેનો સમય પણ નક્કી કરાયો હતો. આ ચોરીમાંથી 30 હજાર જેટલી રકમનું સામાન સહિત રોકડ રકમની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામી છે. જેની તપાસ પોલીસે હાથ ધરતા તેવી ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.અંબાજી પોલીસની હાલમાં કામગીરીને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. અંબાજીમાં અનેકો ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ઠેર-ઠેર જગ્યાએ ગુંડાગર્દી સહિત ચોરીના બનાવો અને દારૂ નો ખુલ્લેઆમ વેપાર જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.