ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીઓને મતદાનના સંકલ્પ લેવડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરૂણકુમાર બરનવાલના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કર્મચારીઓને અચૂક મતદાન માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં VAF (VOTER AWARNESS FORUM )  અંતર્ગત જુદા જુદા ઔદ્યોગિક એકમોમાં સ્વીપ અને ટીપની ટીમ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને જિલ્લાના જુદા જુદા 10 ઔદ્યોગિક એકમોમાં મતદાન જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ડ્યુક પાઇપ, અરિહંત એરોમા પંપ્સ, વસંત ફેબ્રીકેશન, લિન્ક પ્રૂફ જેવી વિવિધ કંપનીઓના કર્મચારીઓ કોઈપણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, લોભ, લાલચ વિના સો ટકા મતદાન કરે અને પોતાના પરિવારના તમામ મતદારોને મતદાન કરાવે તે માટે શપથ અને સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. મતદાનના દિવસે કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે જાહેર રજા છે જેની જાણકારી આપવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.